1.અન્ય યુનિવર્સિટી/બોર્ડમાંથી આ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવતા પહેલા પ્રોવિઝનલ એડમિશન એલિજિબીલિટી સર્ટિફીકેટ લેવું ફરજીયાત છે.
2.પ્રોવિઝનલ એડમિશન એલિજિબીલિટી સર્ટિફીકેટ અંગેની ફી રૂ./- ૨૦૦ રાખવામાં આવેલ છે. ફી એકવાર ભર્યા પછી કોઇપણ સંજોગોમાં પરત મળવાપાત્ર નથી.
3.પ્રોવિઝનલ એલેજીબીલીટી પ્રમાણપત્ર અંગેની પ્રક્રિયા ઓન લાઈન હોય, વિદ્યાર્થી પાસે ઈ-મેઈલ આઈ.ડી. હોવું ફરજીયાત છે. અન્યથા પ્રમાણપત્ર મળી શકશે નહિ. વિદ્યાર્થીએ ફોર્મ ભર્યા પછીના ૪૮ કલાકમાં તેમણે ભરેલ ફોર્મમાં જણાવેલ ઈ-મેઈલ આઈ.ડી. પર પ્રોવિઝનલ એલેજીબીલીટી પ્રમાણપત્ર યુનિવર્સિટી દ્વારા મોકલવામાં આવશે.
4.ઈ-મેઈલ આઈ.ડી. ફરજીયાતપણે સાચું નાખવાનું રહેશે. ઈ-મેઈલ આઈ.ડી. માં ભૂલ થશે કે ખોટું નાખવામાં આવશે તો પ્રમાણપત્ર મળી શકશે નહિ. આ અંગેની સઘળી જવાબદારી પ્રોવિઝનલ ફોર્મ ભરનાર સંબંધિત વિદ્યાર્થીની રહેશે.
5.પ્રોવિઝનલ એડમિશન એલિજિબીલિટી સર્ટિફીકેટ બાબતે જો કોઈ વિદ્યાર્થીઓને મુશ્કેલી જણાય તો academicbranchku@kskvku.ac.in પર ઈ-મેઈલ કામકાજના દિવસો દરમ્યાન જાણ કરવાની રહેશે.
6.પ્રોવિઝનલ એડમિશન એલિજિબીલિટી સર્ટિફીકેટ ફોર્મ સાથે જરૂરી આધારો અપલોડ કરવા ફરજીયાત છે. આધારો અપલોડ ન કરેલ કે અધૂરા જોડેલ અથવા ખોટા આધારો અપલોડ કર્યેથી પ્રોવિઝનલ એડમિશન એલિજિબીલિટી સર્ટિફીકેટ અત્રેથી જારી ન થાય તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે. આ અંગે યુનિવર્સિટીની કોઇ જ જવાબદારી રહેશે નહીં.
7.ફોર્મ સબમિટ/સેવ અને પેમેન્ટ કર્યા પછી તે ફોર્મની પેમેન્ટ રીસિપ્પ્ત ની પ્રિન્ટ સાચવી રાખવી જરૂરી છે. કોલેજ ખાતે પ્રોવિઝનલ એડમિશન એલિજિબીલિટી સર્ટિફીકેટ જમા કરાવતી વખતે તમામ અસલ ડોકયુમેન્ટ સાથે લાવવા જરૂરી છે. તમામ અસલ ડોકયુમેન્ટની ચકાસણી કરવાની જવાબદારી કોલેજની રહેશે. વિદ્યાર્થીઓને યુનિવર્સિટી ખાતે કોઇપણ સંજોગોમાં મોકલવા નહી.
9.જો કોઈ વિદ્યાર્થી અગર સીધા જ સેમેસ્ટર-3 માં પ્રવેશ લેવા માંગે છે તો તેમણે અગાઉના એટલે કે સેમેસ્ટર-૧ થી ૨ ફરજીયાત પાસ હોવા જરૂરી છે.
10.જો કોઈ વિદ્યાર્થી અગર સીધા જ સેમેસ્ટર-૫ માં પ્રવેશ લેવા માંગે છે તો તેમણે અગાઉના એટલે કે સેમેસ્ટર-૧ થી ૪ ફરજીયાત પાસ હોવા જરૂરી છે.
11.ધોરણ-૧૦ પછીના ડીપ્લોમાનો અભ્યાસ કરેલ હોય અને સીધો જ સેમેસ્ટર-3 માં પ્રવેશ લેવા માંગે છે તેમણે ઇકવીવેલેન્સ/સમકક્ષતાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
12.પ્રોવિઝનલ એડમિશન એલિજિબીલિટી સર્ટિફીકેટ સાથે અપલોડ કરવાના ડોક્યુમેન્ટની યાદી નીચે મુજબ છે.
-> ધોરણ- ૧0 ની માર્કશીટ
-> ધોરણ- ૧૨ ની માર્કશીટ
-> શાળા છોડયાનું પ્રમાણપત્ર
-> સમકક્ષતાનું પ્રમાણપત્ર
-> સ્નાતક કક્ષા ની તમામ માર્કશીટ એક્જ પીડીએફ બનાવી અપલોડ કરવી. (જો લાગુ પડતું હોય તો)
-> અનુસ્નાતક કક્ષા ની તમામ માર્ક શીટ એક્જ પીડીએફ બનાવી અપલોડ કરવી. (જો લાગુ પડતું હોય તો)
-> યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ ઇન્ટર્નશીપ ક્મ કમ્પલીશન સર્ટિફિકેટ (ફક્ત મેડીકલ અને પેરામેડીકલના કોર્સ માટે) (જો લાગુ પડતું હોય તો)
-> પ્રોફેશનલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઉપરોક્ત ડોક્યુમેન્ટ સિવાય અન્ય કોઈ ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય તો તે પણ સાથે લાવવાના રહેશે
-> અનુસ્ન્તક કક્ષાએ વચ્ચેથી કોઈ પણ સેમેસ્ટર માં પ્રવેશ આપવામાં આવતો નથી.
-> પી.ઈ.સી. મેળવ્યાં ના ૪૫ દિવસમાં અસલ માઈગ્રેશન અને અત્રે થી મળેલ પી.ઈ.સી.ની એક નકલ પર કોલેજ ના આચાર્યશ્રી ની સહી સિક્કા સાથે રૂમ ન. ૧૧૪ , એકડેમીક બ્રાન્ચ , કચ્છ યુનિવર્સિટિ ખાતે જમા કરવી જવું અન્યથા પરિક્ષા નું ફોર્મ ભરી શકશે નહીં. જેની તમામ જવાબદારી વિધ્યાર્થી ની પોતાની રહેશે.